સરગવો જ નહીં ફળ, ફૂલ અને છાલ પણ ગુણોનો ખજાનો

આજ કાલ સરગવાનો ઉપયોગ એક સુપરફૂડ તરીકે કરવામાં આવી રહ્યો છે. આનો પાઉડર એટલે કે તેની ટેબ્લેટ્સ ઘણી પોપ્યુલર છે. આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સરગવાની દાંડીઓ, પાંદડાં, છાલ, ફૂલો, ફળો અને અન્ય ઘણા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. સરગવો 300 થી વધુ રોગોની દવા છે. સરગવાનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. ડો. અમિત સેન સરગવાના અઢળક ગુણ વિશે જણાવી રહ્યા છે

સરગવો જ નહીં ફળ, ફૂલ અને છાલ પણ ગુણોનો ખજાનો

સરગવાના ફૂલથી યૌનક્ષમતામાં વધારો થાય છે
સરગવાના ફૂલમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટિહેલ્મિન્ટિક ગુણધર્મો જેવા કે કીટનાશક, હેપેટોપ્રોટેક્ટિવ (લિવરનું રક્ષણ) અને એન્ટિબાયોટિક્સ ગુણ હોય છે. આ ઉપરાંત તેમાં એવા ગુણ પણ હોય છે જે સોજા સમસ્યાને દૂર કરે છે અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ સાથે જ યૌન ક્ષમતામાં સુધારો કરે છે અને માંસપેશીઓની સમસ્યા સામે રક્ષણ આપે છે.
ત્વચાની કરચલીઓ દૂર કરે
સરગવો અથવા તેના પાંદડાઓને ડાયટમાં પણ સમાવેશ કરી શકો છો. સરગવા ખાવાથી તમારા ચહેરા પર વૃદ્ધત્વની અસરોને ઓછી કરી શકાય છે. આ સાથે જ તેના બીજ નાની ઉંમરમાં જ ત્વચા પર વૃદ્ધત્વની અસરને ઘટાડવામાં પણ મદદરૂપ થઇ શકે છે.
અનેક પોષક તત્ત્વોનો ખજાનો
કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલાં પાંદડા અને સૂકાં પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
પેટના દુખાવા અને અલ્સરમાં ફાયદાકારક
સરગવા અને સરગવાના પાન અનેક પેટની સમસ્યા અને અલ્સરથી બચાવી શકે છે. સરગવામાં એન્ટી-અલ્સર ગુણ હોય છે, જેના કારણે તે ખાવાથી અલ્સરના જોખમ સામે રક્ષણ આપી શકે છે. આ સાથે જ લિવરની અનેક સમસ્યાઓમાં પણ રાહત મળી શકે છે. સરગવો જ નહીં પરંતુ છાલ પણ પેટ માટે ઉપયોગી છે, તે પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.
સરગવાના ફૂલથી સોજા ઓછા થાય
સરગવાના ફૂલનો ઉપયોગ લાભકારી સાબિત થઇ શકે છે. સરગવાના ફૂલમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. તે ઓક્સિડેટીવ તણાવના જોખમને ઘટાડીને ત્વચાને સ્વસ્થ રાખી શકે છે. જો કે, અત્યારે આ વિષયમાં સીધા સંશોધનની જરૂર છે.
સરગવાનાં ફૂલના છે ફાયદા
  • સરગવાનાં ફૂલોમાં પ્રોટીન અને ઘણાં પ્રકારનાં વિટામિન્સ અને પોષકતત્ત્વો હોય છે.
  • સ્ત્રીઓમાં યુરિન ઈન્ફેક્શનની સમસ્યા સામાન્ય છે. એને દૂર કરવા માટે સરગવાનાં ફૂલોની ચા બનાવીને પીવી જોઈએ.
  • બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ સરગવાના ફૂલ સૂકવીને અથવા એનો ઉકાળો બનાવીને પીવું જોઈએ.
  • રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયટમાં શાક, ચા અથવા કોઈપણ રીતે સરગવાનાં ફૂલનો ઉપયોગ કરો.
  • સરગવાનાં ફૂલો વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
  • સરગવાનાં ફૂલો ખાવાથી વાળ ખરતા અટકે છે.
સરગવાનાં પાન પણ ફાયદાકારક
સરગવાનાં પાનમાં પ્રોટીન, બીટા-કેરોટીન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ ઉપરાંત એસ્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક હોય છે, જેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.
સરગવાનાં પાનના અર્કમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે શુગરનાં લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે અને ઇન્સ્યુલિનના લેવલને કંટ્રોલ કરે છે, જેનાથી શુગરના દર્દીને ફાયદો થાય છે.
સરગવાનાં પાનનો ઉપયોગ કેન્સરનાં લક્ષણોને ઓછાં કરવામાં પણ કરી શકાય છે.
એવું નથી કે સરગવાથી ફાયદો જ થાય છે, નુકસાન પણ થાય છે
જે લોકોને લો બીપીની સમસ્યા હોય તે લોકો માટે સરગવો નુકસાનકારક છે.
પ્રેગ્નન્સી અને પિરિયડ્સ દરમિયાન સરગવો ખાવાથી બચવું જોઈએ. પ્રેગ્નન્સીમાં સરગવો ખાવાથી એબોર્શનનું જોખમ વધી જાય છે,
સરગવાની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે, જેને કારણે ચિંતા અને ડિપ્રેશનની સમસ્યા થાય છે.
જે લોકોને બ્લીડિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય તે લોકોએ સરગવાનું સેવન ટાળવું જોઈએ.
ડિલિવરી પછી તરત જ સરગવો ખાવાનું ટાળવું જોઈએ. સુવાવડ પછી તરત જ સરગવા બીજ, સરગવાની છાલ વગેરેનો ઉપયોગ નુકસાનકારક છે. ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *